Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં પત્ની શરીર પર ડીઝલ છાંટી સળગી મરી અને નરાધમ પતિ વીડિયો ઉતારતો રહ્યો
    સુરત

    Surat માં પત્ની શરીર પર ડીઝલ છાંટી સળગી મરી અને નરાધમ પતિ વીડિયો ઉતારતો રહ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૬

    શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક પરિણીત મહિલાએ આત્મદાહનો કર્યા હોવાની હચમચાવતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘરેલુ ઝઘડો, પતિની મારઝુડ અને અપમાનજનક વર્તનના કારણે આ પરિણીત મહિલાએ પોતાના પતિની નજર સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી અને એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે, પત્ની આત્મદાહ કરતા અટકાવની જગ્યાએ આ નરાધમ પતી પોતાના ફોનમાં વીડિયો બનાવી રહ્યો હતો. જે વીડિયો હાલ સામે આવતા આખા સુરતમાં ખડભડાટ મચ્યો છે.

    વિગતવાર વાત કરીએ તો, સુરતમાં પતિની નજર સામે જ આત્મદાહનો આ ભયાનક કિસ્સો ગત ૪ જાન્યુઆરીએ બન્યો હાવો સામે આવ્યું છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી પ્રતિમા નામની મહિલાનો તેના પતિ રણજીત શા સાથે ઘરકામ અને બાળકોને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. જેને કઈને ગત ૪ જાન્યુઆરીએ આ પ્રતિમાએ પોતાની જાતને ઘરમાં પતિ રણજીત શાની હાજરીમાં જ પોતાની જાતને આગ ચંપી દીધી હતી. જેથી ગંભીર રીતે દાઝેલી આ મહિલાનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

    બાદમાં સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું કે, ઘટનાના દિવસે ધાબા પર પડોશીઓએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે ઘઉં પોતાના બે દીકરાઓએ વેરવિખેર કર્યા હોવાની શંકા પતિએ વ્યક્ત કરી હતી. આ બાબતે પતિએ બાળકોને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદ પત્ની પ્રતિમા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

    બાદમાં પતિ-પત્નીનો આ ઝઘડો એટલો વકર્યો કે પતિએ પત્નીને શાળાએ જવાનું બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ વાતથી વ્યથિત બનેલી પ્રતિમાએ પતિ સાથે વિરોધ કરતા બંને વચ્ચે ભારે ઝઘડો થયો. આ દરમિયાન પતિ રણજીત શા એ ગુસ્સામાં “ઘરમાં તેલ પડ્યું છે, મરી જા” જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી પતિના આ શબ્દો લાગી આવતા તથા સતત મારઝુડથી તૂટેલી પ્રતિમાએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી આત્મદાહ કરી લીધો હતો.

    ચોંકાવનારી વાત તો એ છે કે, આ ભયાનક બનાવ સમયે પતિ રણજીત શા ત્યાં ઘરમાં હાજર હતો, છતાં તેણે પત્નીને આ ગંભીર પગલું ભરતા રોકવાનો જરા પર પ્રયાસ કર્યો નહીં અને હેવાન-રાક્ષકની જેમ આખી ઘટના જોતો રહ્યો અને વીડિયો પણ બનાવતો રહ્યો. આગની જ્વાળાઓમાં ઘેરાયેલી પ્રતિમાને જોઈને પણ પતિએ તેણીને બચાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો, તેવા મૃતક પ્રતિમાના પરિવારજનોનો આક્ષેપો છે. આટલું જ નહીં, આ ઘટના બાદ પતિએ આ બનાવને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મૃતકના પરિવારજનોને પણ “તે દાઝી ગઈ છે” એવું રટણ ચલાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પ્રતિમાની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં દસેક દિવસની સારવાર બાદ હાલ તેણે દમ તોડ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાને અકસ્માત તરીકે ખપાવવાનો પ્રયાસ કરનાર પતિ સામે હવે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, સમગ્ર મામલે મૃતક પરિણીતા પ્રતિમાના પરિવારજનો પણ મીડિયા સમક્ષ આવ્યા છે. પરિવારજનોના જણાવ્યાનુંસાર, હોસ્પિટલમાં સારવાર લેતા સમયે પ્રતિમાએ અંતિમ ક્ષણોમાં પોતાના ભાઈ પ્રકાશને ફોન કર્યો હતો. તેણીએ ફોન પર સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેણે જાતે સળગી આત્મહત્યા કરી છે અને આ પાછળ પતિની દુષ્પ્રેરણા જવાબદાર છે. ત્યારેસ આ ફોન કોલ અને મૃતકના નિવેદનથી સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે.

    હાલ તો, ગત ૪ જાન્યુઆરીથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પ્રતિમાનું અંતે મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના ભાઈ દ્વારા આપવામાં આવેલી હકીકત અને પિતાની લેખિત ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે પતિ રણજીત શા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને પોલીસે ઘટનાસ્થળની તપાસ, મોબાઈલ વીડિયો, હોસ્પિટલ સ્ટાફના નિવેદનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે.

    આ મામલે પોલીસનું કહેવું છે કે તમામ પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ હિંસા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તેવામાં પોલીસે સમગ્ર મામલે પતિ વિરુદ્ધ આપઘા ની દુસ્પ્રેરના ગુનો દાખલ કરી પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Surat: સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.