Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    • Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
    • Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.22 

    સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.

    સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ થયો ન હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે ભારે રોષ છે. વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતા જ સ્થાનિક મહિલાઓએ કાળાં કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિરે ભલે દર્શન કરવા આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં.ઉમેદવાર સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા. જોકે, મહિલાઓએ આ નેતાઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને હવે મતો માંગવા આવી ગયા છો. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગો બેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા હતા. આ સમયે ઉમેદવારના કેટલાક ટેકેદારોએ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોષે ભરાયેલી મહિલાઓએ દાદાગીરી કરનારાઓ પર હાથ સાફ કરી ટપલીદાવ પણ કર્યો હતો.સ્થાનિકો સાથે થયેલી આ ઝપાઝપી બાદ મામલો ગંભીર બનતા તાત્કાલિક પોલીસ કાફલો બોલાવાયો હતો. જોકે, પોલીસની હાજરીમાં પણ લોકોનો આક્રોશ શમ્યો નહોતો અને તેઓએ નેતાઓને દૂર સુધી ધકેલી દીધા હતા. અંતે બીજા પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી ત્યારે માંડ મામલો થાળે પડ્યો હતો. એક સમયે ભાજપનો અજેય ગઢ ગણાતા આ વિસ્તારમાં નેતાઓની જે હાલત થઈ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ભાજપ માટે અહીં સ્થિતિ કફોડી બની છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.