Gondal તા.19
ફિટ ઇન્ડિયા અને ફાઈટ ઓબેસિટી અભિયાન અંતર્ગત ગોંડલમાં ગઇકાલે આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપતી સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિત માં યોજાયેલી આ સાઇકલ યાત્રાની શરૂઆત બીએપીએસના સંત કોઠારી સ્વામી દ્વારા ઝંડી બતાવીને કરવામાં આવી હતી.
અક્ષર મંદિર પાસેથી શરૂ થયેલી આ સાઇકલ યાત્રા ગોંડલ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને ફરી અક્ષર મંદિર ખાતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા સાયકલ ચલાવી યાત્રા માં સામેલ રહ્યા હતા.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો, સ્થૂળતા સામે લડત આપવાનો અને સક્રિય જીવનશૈલી અપનાવવાનો રહ્યો હતો. આ સાઇકલ યાત્રામાં યુવા ભાજપ અગ્રણી ગણેશ જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા ઉપાધ્યક્ષ બાવભાઈ ટોળીયા અને અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ સમિરભાઈ કોટડીયા, તેમજ શહેર ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર ગોંડલના નગરજનો ઉપસ્થિત રહયા હતા. મોટી સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સાથે યોજાયેલી આ સાઇકલ યાત્રાએ ગોંડલ શહેરમાં આરોગ્ય જાગૃતિનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.

