New Delhi,તા.23
કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO 3.0) માં મોટા ફેરફાર કર્યા છે, જેનાથી આઠ કરોડ લોકોને ફાયદો થશે. નવા ફેરફાર મુજબ હવે ઈપીએફઓના ખાતાધારકો એટીએમથી નાણાં ઉપાડી શકશે.
એટલું જ નહીં પીએફમાંથી નાણાં ઉપાડવાના વિકલ્પોમાં પણ ફેરફાર કરાયા છે. આમ તો છેલ્લા ઘણા સમયથી પીએફ ઉપાડવાના નિયમો સરળ કરવામાં આવ્યા બાદ ક્લેમ સેટલમેન્ટના વધારો થયો છે.
દેશની કોઈપણ EPFO ઓફિસમાંથી થઈ શકશે કામ
નવા ફેરફાર મુજબ હવે EPFO બેંકની જેમ કામ કરશે. અગાઉ PF સંબંધી સમસ્યા ઉભી થતી હતી તો કર્મચારીએ પોતાના વિસ્તારના EPFO ઓફિસમાં જવું પડતું હતું.
જેમાં તે કર્મચારીઓના એકાઉન્ટ નંબર જોડાયેલો હતો. જોકે હવે EPFO 3.0 લાગુ થયા બાદ દેશની કોઈપણ EPFO ઓફિસમાં પોતાની કામ કરાવી શકાશે. આનો સૌથી મોટો ફાયદો તે કર્મચારીઓને થશે, જેઓ નોકરી માટે વારંવાર શહેર બદલે છે.
સૌથી મોટો ફેરફાર EPFOની વેબસાઈટમાં કરાયો છે, જેમાં વેબસાઈટ અને પોર્ટલ સંપૂર્ણ યુઝર ફ્રેન્ડલી બનાવાઈ છે. એટલે કે તેમાં AIથી ભાષાનું ભાંષાતર થતો વિકલ્પ જોડવામાં આવ્યો છે. તેથી હવે EPFOની માહિતી અન્ય ભાષામાં પણ મેળવી શકાશે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી સહિત અન્ય તમામ ભાષાઓની માહિતી મેળવી શકાશે.

