Veraval ,તા.18
વેરાવળ ના ભાલકા વિસ્તારમાં આવેલ બાઈ ગરબી ચોક માં “હિન્દુ સંમેલન – કૈલાશ વસ્તી ભાલકા” અંતર્ગત એક વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. સમસ્ત હીન્દુ સમાજ આયોજન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિ નો સંદેશ ગુંજ્યો હતો. સંમેલનનો પ્રારંભ મંગલાચારણ અને દીપ પ્રજ્વલન થી થયો હતો. ઉપસ્થિત સંતો અને મહાનુભાવોએ સમાજમાં સમરસતા અને સંગઠનની ભાવના મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને પરિવાર હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળ ના શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસે ધર્મ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આધ્યાત્મિક મૂલ્યો જાળવવા માટે પરિવાર અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ ની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ના રાજયોગીની બ્રહ્મકુમારી નીલમબેને રાજયોગ અને આત્મ ચિંતન દ્વારા આંતરિક શક્તિ વિકસાવવા ની પ્રેરણા આપી હતી.
તેમણે મહિલાઓ અને યુવા પેઢીને સંસ્કાર અને સકારાત્મક વિચારો દ્વારા સમાજ ઘડતર નો સંદેશ આપ્યો. કથાકાર કલ્પેશ મહેતા અને મોજેશ્વર મહાદેવ, મોરાજના બાલક નાશ બાપુએ પણ ધાર્મિક કથા વાર્તા દ્વારા સનાતન પરંપરાની મહિમા સમજાવી હતી. મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રોહિત હરીયાણી એ હિન્દુ સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે આવા સંમેલનો ને સમાજને એક મંચ પર લાવવા અને સામાજિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

