Veraval તા.18
ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.27/10/2025 ના રોજ ગુજરાત રાજ્યમાં તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ. ભારતના નિર્વાચન આયોગની સૂચના અનુસાર, મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. 17/02/2026 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ યાદી માટેની લાયકાતની તારીખ 01/01/2026 નક્કી કરવામાં આવી હતી. તેમજ તા. 17/02/2026 ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય પક્ષોને આખરી મતદારયાદી સુપરત કરવામાં આવી હતી.
વિધાનસભા મતવિસ્તાર મુજબ જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં નોંધાયેલા મતદારોની વિગતો અનુસાર 90- સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં 1,28,508 પુરુષ મતદારો, 1,24,380 મહિલા મતદારો અને 3 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,52,891 મતદારો, 91- તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં 1,13,202 પુરુષ મતદારો, 1,06,797 મહિલા મતદારો અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 2,20,000 મતદારો નોંધાયા છે.92- કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાં 1,16,313 પુરુષ મતદારો, 1,12,052 મહિલા મતદારો મળી કુલ 2,28,365 મતદારો જ્યારે 93-ઉના વિધાનસભા મતવિસ્તારમાં 1,31,006 પુરુષ મતદારો અને 1,22,260 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય મળી કુલ 2,53,271 મતદારો નોંધાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4,89,029 પુરુષ મતદારો, 4,65,489 મહિલા મતદારો અને 9 થર્ડ જેન્ડર અન્ય મળી કુલ 9,54,527 મતદારો નોંધાયા છે. વિધાનસભા મતવિસ્તાર મુજબ જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં નોંધાયેલા સેવા મતદારોની વિગતો 90- સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં 137 પુરુષ સેવા મતદારો, 3 મહિલા સેવા મતદારો એમ કુલ 140 સેવા મતદારો, 91- તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં 166 પુરુષ સેવા મતદારો, 4 મહિલા સેવા મતદારો મળી કુલ 170 સેવા મતદારો નોંધાયા છે.
92- કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાં 259 પુરુષ સેવા મતદારો, 16 મહિલા સેવા મતદારો મળી કુલ 275 સેવા મતદારો જ્યારે ઉના વિધાનસભા મતવિસ્તારમાં 281 પુરુષ સેવા મતદારો અને 4 મહિલા સેવા મતદારો મળી કુલ 285 સેવા મતદારો નોંધાયા છે.આમ, મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ તૈયાર કરવામાં આવેલી સેવા મતદારની યાદી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં કુલ 843 પુરુષ સેવા મતદારો, 27 મહિલા સેવા મતદારો મળી કુલ 870 સેવા મતદારો નોંધાયા છે.

