New Delhi,તા.02
ઈરાન પર અમેરિકી ઈઝરાયેલના હુમલા તથા મધ્યપુર્વમાં સર્જાયેલી પરીસ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રીના 10.30 કલાકે વડાપ્રધાન આવાસે સલામતી બાબતોની કેન્દ્રીય કેબીનેટ કમીટીની બેઠક મળી હતી.
જેમાં વડાપ્રધાને સ્થિતિની સમીક્ષા ખાસ કરીને ખામેનેઈના મોત બાદ ઈરાનની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી તો જે રીતે યુએઈ સહિતના ગલ્ફમાં ઈરાન હુમલા કરી રહ્યું છે તો અહી ફસાયેલા સેકડો ભારતીયો તથા 80 લાખ જેટલા ઈન્ડીયન ગલ્ફમાં રહે છે તેથી સુરક્ષા અંગે પણ ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં ગૃહમંત્રી શ્રી અમીત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, વિદેશમંત્રી એસ.જયશંકર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર હતા. વડાપ્રધાને બાદમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાવેદ અલ તાહમાન સાથે તથા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી તથા નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા દર્શાવી હતી તથા વહેલા યુદ્ધવિરામની આવશ્યકતા પણ બતાવી હતી.
વડાપ્રધાને આ બન્ને વાતચીત અંગે સોશ્યલ મીડીયા હેન્ડલ પર ભારત પ્રાદેશિક શાંતિ-સલામતી-સ્થિરતાના પક્ષે હોવાનું જણાવાયું છે. જો કે ઈરાન અને ખાસ કરીને ખામેનેઈના મોત પર ભારતે મૌન સેવ્યુ છે પણ યુએઈ પર થઈ રહેલા હુમલાની વડાપ્રધાન શ્રી મોદીએ નિંદા કરી છે તથા ભારત મજબૂત રીતે યુએઈ સાથે ઉભુ હોવાનુ પણ જણાવાયુ છે.

