Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યનીઃ Arjun Modhwadia
    અમદાવાદ

    વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યનીઃ Arjun Modhwadia

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૯

    સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગર ખાતે પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.

    વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ  ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત જ્ર૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

    સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.

    મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. ૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

    રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેસ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ  વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

    મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને એઆઇ આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી, આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ આ પ્રસંગે સૌને ઉત્સાહિત કર્યા. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ને આ નવીન પહેલ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ આગામી પેઢીના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને નવીન વિચારકોને ઘડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત  ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Courtએ AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujaratના 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    અમદાવાદ

    મહત્તમ તાપમાનમાં વધારો થતા Ahmedabadમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.