Surendaranagar,તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે 2025ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો જે સ્થળે વધુ પડતા સર્જાયા હોય અને લોકોના જીવ ગયા હોય તેવા સ્પોર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં 2025 ના વર્ષમાં માત્ર જ 06 જેટલા બ્લેકસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે સમયે અકસ્માતો સર્જાવા અને વધવાના કારણો તંત્ર દ્વારા જાણવામાં ન આવ્યા હતા પરંતુ એક જ વર્ષની અંદર વધુ 03 જેટલા બ્લેકસ્પોર્ટ સ્થળોની સંખ્યામાં વધારો થતા હવે તંત્રની ટીમો આ મુદ્દે કામે લાગી છે.
ત્યારે અકસ્માત કેમ થઈ રહ્યા છે તેની જાણકારી અને અકસ્માત થવાના પરિબળો જાણવા માટે બ્લેક સ્પોટ જાહેર થયેલા સ્થળો ઉપર આરએમબી વિભાગની ટીમ આરટીઓ અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી માસ અંતર્ગત વાહનચાલકોમાં ઓવરનેશ આવે તે પ્રકારના પ્રોજેક્ટ મૂકવામાં આવતા હોય છે અને એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને વાહન ચાલકોમાં વાહન ચલાવવા અંગેની સમજણ આવે તે પ્રકારનો જ્ઞાન પૂરું પાડવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માર્ગ સલામતી માં સપ્તાહની થોડા દિવસ પહેલા જ ઉજવણી કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ જે અવરનેશ આવી જોઈએ તે આવી રહી નથી અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બ્લેક સ્પોટ પણ હવે વધ્યા છે જેને લઈને હવે તંત્રની ટીમોએ પણ અકસ્માત ઘટાડવા પાછળ કવાયત શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઇવે સાયલા હાઇવે અને ડોડીયા હાઇવે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા નજીક આવેલી ચોકડી સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર રોડ સહિતના મુખ્ય માર્ગોને બ્લેકસ્પોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે જે રોડ રસ્તાઓ ઉપર સૌથી વધુ અકસ્માતો સર્જાતા હોય અને ત્યારબાદ તેમાં અકસ્માતો બાદ મોતની સંખ્યા પણ વધતી હોય તેવા રોડ રસ્તાઓને દર વર્ષે બ્લેકસ્પોટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે.
લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે – એમ.ડી.પાનેશરિયા આરટીઓ ઓફિસર સુરેન્દ્રનગર
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ત્રણ જેટલા બ્લેક સ્પોટ ની સંખ્યામાં વધારો થયો છે ત્યારે જે સ્થળો ઉપર અકસ્માતો વધતા હોય અને મોતની સંખ્યામાં પણ વધારો થતો હોય તેવા સ્થળોને બ્લેક સ્પોટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે આજથી આરટીઓ ટ્રાફિક પોલીસ આરએમબી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જે જાહેર કરેલા સ્થળો છે ત્યાં સ્પીડ બ્રેકરો મૂકવામાં આવશે જરૂરી બેનરો લગાવવામાં આવશે અને લોકોમાં જાગૃતતા આવે જેથી અકસ્માતો નો નિવેડો લાવી શકાય તે પ્રકારના કામો કરવામાં આવશે તેવું આરટીઓ ઓફિસર એમ.ડી.પાનસેરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

