Surendaranagar, તા. 18
લખતર-વિરમગામ હાઈવે પર આવેલા કડુ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલા એક બાઇકચાલકનું બાઇક આગળ જઈ રહેલા ડમ્પર પાછળ અથડાયું હતું.
આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કડુ ગામ પાસે ડમ્પર ચાલકે અચાનક બે્રક મારતા પાછળ આવી રહેલો બાઇકચાલક ડમ્પરના પાછળના ભાગે અથડાયો હતો.
ઘટના બનતા જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક લખતરની 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇકચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

