Jamnagar તા.23
જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા 26 વર્ષય યુવાનને ત્રણ શખ્સોએ ધમકાવ્યાંનો પોલીસ મથકે પહોંચ્યો છે તું કેમ મારી સામે જોઈને કાતર મારશ? તેમ કહી યુવાનને લત્તો મૂકી દેવાની દાટી મારી હતી.
સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત અણસાર પુનીતનગગર શેરી નં-03 આશાપુરા મંદિરની બાજુમા રહેતા કુલદિપસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.26) એ આરોપી હરેંન્દ્રસિંહ ઉર્ફે પ્રદિપસિંહ ભનુભા ચુડાસમા, સુખદેવસિંહ ભનુભા ચુડાસમા (રહે- બંને પુનીતનગર શેરી નં-03) અને વિજયસિંહ જશુભા ચાવડા (રહે પુનીતનગર જામનગર) સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી ખોડીયાર પ્રસંગ હોલ નજીક આવેલી દુકાન પાસે સિગારેટ પીવા માટે ગયા હતા તે દરમિયાન આરોપી સુખદેવસિંહે આવીને ફરિયાદીને કહ્યું કે તુ મારા સામુ જોઇને કાતર મારશ? અને ડોરા કાઢશ તેમ કહેતા ફરિયાદીએ કહ્યું કે હુ ક્યા તમારી સામે કાતર મારુ છુ. બાદમાં આરોપીઓ ઉશ્કેરાઇ ગ્યાં હતા અને ભુંડી ગાળો કાઢી આ લતો મુકી બીજે રહેવા જતો રેજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

