Morbi , તા.25
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતી મહિલા સાથે મિત્રતા હોય જે બાબતે મહિલાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ તે યુવાનને સમજાવવા જતાં બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા લોકોએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ કરેલ છે
હળવદના ભવાનીનગર ઢોરો હુસેની ચોક પાસે રહેતા સુનિલભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીઝુવાડીયા (22)એ હાલમાં દશરથભાઈ ઘોઘાભાઈ નંદેસરીયા, વિશુ કાળુભાઈ, કાનજીભાઈ કાળુભાઈ અને મહેશ ઉર્ફે મયલો કાળુભાઈ રહે. બધા હળવદ ભવાનીનગર ઢોરામાં હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે તેને આરોપી મહેશભાઈ ની પત્ની સાથે મિત્રતા હોય જે બાબતે ચારેય આરોપીઓએ ફરિયાદીના ફળિયામાં આવીને ધોકા પાઇપ વડે માર મારીને ઇજાઓ કરી હતી અને ચારેય આરોપીઓએ ફરિયાદનીને જીવતો રહેવા નહિ દેવાની ધમકી આપી હતી.
જ્યારે આ બનાવમાં સામા પક્ષેથી તુલસીબેન ઉર્ફે મનિષાબેન કિશનભાઇ નંદેસરીયા (20) એ સુનિલ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝૂવાડીયા રહે. ભવાનીનગર ઢોરા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ધારીયાનો હાથો સાહેદ કિશનભાઇને મારીને ઇજા કરી હતી અને “ક્યારેય અમારા ઘરે સમજાવવા આવ્યા તો જાનથી મારી નાખવા પડશે” તેવી ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી બંને પક્ષે ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

