New Delhi,તા,05
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, ‘UAE પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું, જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે. ભારત UAE સાથે મક્કમતાથી ઊભું છે અને સંવાદ દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે. પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે હોર્મુઝની ખાડી દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનું નેવિગેશન સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.’

