Mumbai,તા.27
સિંગર બાદશાહે પંજાબી અભિનેત્રી ઇશા રિખી સાથે છાનામાન લગ્ન કરી લીધા હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોથી મનાઈ રહ્યું છે. યુગલે પોતાના લગ્ન વિશે કોઇ માહિતી આપી નથી. પરંતુ બાદશાહની સાસુએ બાદશાહ અને ઇશાના લગ્નની ૧૦ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વાયરલ તસવીરોમાં યુગલ એક-બીજાને જયમાલા પહેરાવતું જોવા મળે છે. તેમજ ઇશા રિખીના સેંથામાં સિંદુર પુરેલું પણ જોવા મળી રહ્યું છે. બન્નેએ તસવીરકારોને સારો પોઝ આપ્યો છે. બન્ને જણા એક કોમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં મળ્યા હતા.ચાર વર્ષથી તેમનું અફેર ચાલતું હતું. ૪૦ વર્ષના બાદશાહ કરતાં ઈશા આઠ વર્ષ નાની છે.

