Mumbai તા.૨૧
Mouni Roy ફરી એકવાર ફ્રેન્ચ રિવેરાને પોતાના પર્સનલ રનવેમાં ફેરવી દીધો હતો. સ્ટ્રાઈકિંગ બ્લેક હોલ્ટર-નેક બોડીકોન સિલ્વેટ સાથે શિયર સ્ટોકિંગ્સ, પોઇન્ટેડ બૂટ્સ અને ખભા પરથી સરકતો ઓવરસાઇઝ્ડ કોટ પહેરી Mouni Roy એ એવો લૂક આપ્યો કે જેમાં રિવેરા નોઇર અને મોડર્ન ફેમ ફેટાલ બંનેનો અહેસાસ થયો. કાનના દરિયાકિનારા પાસે Mouni Roy એ અન્ડરસ્ટેટેડ ડ્રામાનો અદ્ભુત અંદાજ રજૂ કર્યો અને ફરી સાબિત કર્યું કે કન્ટ્રોલ્ડ ગ્લેમરનું મહત્વ તે બીજા ઘણાં લોકો કરતાં વધુ સારી રીતે સમજે છે.તેના સ્લીક બેક બન, મિનિમલ એક્સેસરીઝ અને મોનોક્રોમ પેલેટે આઉટફિટની શાર્પ ટેલરિંગ અને સલ્ટ્રી સ્ટ્રક્ચરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે ફ્રેન્ચ રિવેરામાં Mouni Roy નો આ પહેલો દિવસ હતો અને હજુ તે વધુ ગ્લેમરસ લૂક્સમાં જોવા મફ્રશે. એક તરફ ડિવોર્સની ચર્ચા અને સોશિયલ મીડિયો પોસ્ટ વચ્ચે Mouni Royના આ લૂક અને એટીટ્યુડને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી હતી.મૌની હવે રાહત શાહ કાઝમીની ફિલ્મ બોમ્બે સ્ટોરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવા તૈયાર છે. સાદત હસન મંટોની સાહિત્યિક કૃતિઓ પરથી આધારિત આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ૨૦ મેના રોજ માર્શે દુ ફિલ્મમાં થવાનું છે. ઇન્ડો-અમેરિકન કો-પ્રોડક્શન આ ફિલ્મમાં મૌની “શરીફન”નું પાત્ર ભજવી રહી છે — એવી સ્ત્રી જે બોમ્બેના અંધકારમય ગલીઓમાં જીવતી હોવા છતાં પોતાની સાચી ઓળખ મેળવવાની ઇચ્છા રાખે છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ ૧૯ મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં લોન્ચ થવાનો છે.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

