Mumbai,તા,30
આઈપીએલ-2026 શરૂ થઈ ચૂક્યું છે. આ લીગના ઇતિહાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓએ ટીમોની કમાન સંભાળી છે, પરંતુ શું તમે જાણો છો કે આ લીગના ઇતિહાસમાં કયા કેપ્ટનનું વેતન સૌથી વધુ રહ્યું છે? આ રેકોર્ડ રોહિત શર્મા, વિરાટ કે ધોનીના નામે નથી, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતના નામે છે, જેમને એક સીઝન માટે 27 કરોડ રૂપિયા મળે છે. તેઓ આઈપીએલમાં સૌથી વધુ વેતન મેળવનારા ખેલાડી પણ છે.
રહાણે સૌથી ઓછું વેતન મેળવનારા કેપ્ટન
આ સીઝનમાં સતત બીજી વખત કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કમાન અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેના હાથમાં છે. શું તમે જાણો છો કે રહાણે આઈપીએલની આ સીઝનમાં સૌથી ઓછું વેતન મેળવનારા કેપ્ટન છે.
છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું વેતન મેળવનાર કેપ્ટન
જો આપણે છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું વેતન મેળવનારા કેપ્ટનોની વાત કરીએ તો, વર્ષ 2017માં રાઇઝિંગ પુણેના કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથને 50 લાખ રૂપિયા મળતા હતા. તે જ વર્ષે (2017) ગુજરાત લાયન્સના કેપ્ટન આરોન ફિન્ચનું વેતન 1 કરોડ રૂપિયા હતું. જ્યારે હાલની 2026ની સીઝનમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને 1.50 કરોડ રૂપિયા વેતન તરીકે મળી રહ્યાં છે.

