Mehsanaતા.૪
અત્યારે લગ્ન કરવા માટે યુવક હોય કે યુવતી દરેકની વ્યવસ્થિત રીતે વિગતે તપાસ કરવી જરુરી છે. કારણ કે રાજ્યમાં ફ્રોડ કેસ વધી રહ્યાં છે, તેનુ એક કારણ ઉતાવળ પણ છે. તાજેતરમાં મહેસાણામાં લગ્નની લાલચે ટોળકીએ ૧ લાખ ૬૩ હજાર રૂપિયાની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે.
શરુઆત ગેંગના એક સભ્યએ પાલીના ૪૫ વર્ષીય કલ્યાણસિંહ રાજપૂતનો વિશ્વાસ જીત્યો. તે વડનગરની હોટલમાં યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યાં લગ્નની વાત કરી હતી અને અંબાજીના નજીકના ગામ પાસે યુવતી સાથે ફૂલહાર કરાવ્યા હતા.
લગ્ન બાદ ગેંગના સભ્યએ વ્યક્તિ પાસેથી ધીમે-ધીમે દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલુ જ નહીં લગ્ન કરીને પરત ફરતા સમયે આરોપીઓએ ફરિયાદીની કાર રોકી લેવામાં આવી હતી. આ ગેંગે ફરિયાદીને માનવ તસ્કરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રોકડ રુપિયા લઇ ફરાર થયા.

