Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 જૂનનું રાશિફળ
    • 06 જૂનનું પંચાંગ
    • Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Navsari માં પવિત્ર સંબંધો લજવાયા, સગા પિતાએ જ ૧૪ વર્ષની દીકરી પર અત્યાચાર ગુજાર્યો
    ગુજરાત

    Navsari માં પવિત્ર સંબંધો લજવાયા, સગા પિતાએ જ ૧૪ વર્ષની દીકરી પર અત્યાચાર ગુજાર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari,તા.૫

    નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને સદંતર લજવતો એક અત્યંત શરમજનક અને કાળજા કંપાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે પિતાની છત્રછાયામાં દીકરી પોતાને સૌથી વધુ સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા તમામ હદો પાર કરીને રાક્ષસ બન્યો હોવાની ઘટના સામે આવી છે. નવસારી પંથકમાં એક નરાધમ પિતાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર વયની દીકરી પર સતત ત્રણ દિવસ સુધી કુકર્મ ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવીને નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

    મળતી માહિતી અનુસાર, નરાધમ પિતાની હેવાનિયતનો ભોગ બનેલી ૧૪ વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અને અમાનવીય અત્યાચારના કારણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરાએ પોતાની માતા આગળ હિંમત કરીને રડતા રડતા આખી આપવીતી જણાવી દીધી હતી. પોતાની વહાલસોયી દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને નરાધમ પતિ વિરૂદ્ધ કડક ગુનો દાખલ કરાવ્યો હતો.

    પોલીસ મથકે પોતાની કરતૂતોની ફરિયાદ નોંધાતા જ પાપી પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતાં નવસારી પોલીસ તુરંત સુપર એક્શન મોડમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસે માસૂમ સગીરા પર અત્યાચાર ગુજારનાર પાપી પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની વિવિધ કડક અને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    પોતાની માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે નરાધમ પતિ સામે કાનૂની જંગ છેડનાર માતાએ ન્યાયતંત્ર પાસે ઉગ્ર માગ કરી છે કે આ પાપીને કાયદાના દાયરામાં કડકમાં કડક સજા થાય અને કોર્ટ તેને ફાંસીની સજા ફટકારે જેથી સમાજમાં એક દાખલો બેસે. આ શરમજનક ઘટનાને પગલે લોકો આ નરાધમ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે..

    Navsari Navsari NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad આ વર્ષે શાળાના પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં

    June 5, 2026
    ગુજરાત

    Valsad માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા; વલસાડમાં ‘બ્લાઇન્ડ મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો

    June 5, 2026
    ગુજરાત

    Mehsana ના કડી તાલુકાના વડાવી ગામે જમીન કૌભાંડ જોવા મળ્યો

    June 5, 2026
    ગુજરાત

    Dahod ના કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારને ૧ કરોડની ઐતિહાસિક સહાય

    June 5, 2026
    અમદાવાદ

    સલીમ ડોલા સામે ઈડીની કાર્યવાહી, ૨૧ ઠેકાણે દરોડા,૧.૩૩ કરોડ ફ્રીઝ

    June 5, 2026
    વડોદરા

    Narmada નદીમાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજયાં

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.