Dahod ,તા.૫
દાહોદ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અને માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામેલા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. જિતેન્દ્રભાઈ મછારના શોકાતુર પરિવારને તરફથી ?૧ કરોડની આર્થિક સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને વચ્ચે થયેલા ર્સ્ેંં અંતર્ગત આ મોટી નાણાકીય સહાય ખૂબ જ ટૂંકા સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતક જવાનના પરિવારને સુપ્રત કરવામાં આવી છે.
ડીજીપીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના આર્થિક હિતોના રક્ષણ માટે એસબીઆઇ સાથે એક ખાસ કરાર કર્યો છે. આ યોજના હેઠળ, જો કોઈ પોલીસ કર્મચારીનું એસબીઆઇ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને ચાલુ ફરજ દરમિયાન અકસ્માતે મૃત્યુ થાય, તો તેના પરિવારને ૧ કરોડનો અકસ્માત વીમો મળવાપાત્ર થાય છે.
મૂળ સુખસર તાલુકાના ઝાભપૂર્વ ગામના વતની અને દાહોદ જિલ્લા પોલીસમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઈ મછારનું ચાલુ ફરજ દરમિયાન એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. પરિવારના કમાઉ સભ્યના ગુમાવવાથી મોટું સંકટ આવી પડ્યું હતું. ત્યારે જીમ્ૈં સાથે થયેલા એમઓયુ મૃતકના પરિવાર માટે સંકટ સમયની સાંકળ બનીને આવ્યા.
આ અંતર્ગત તમામ કાગળિયાની પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને ગુરુવારે દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સત્તાવાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા એસપી રવિરાજસિંહ જાડેજાના હસ્તે સ્વ. જિતેન્દ્રભાઈના પત્નીને ૧ કરોડની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,ડીજીપીની સૂચનાથી એસબીઆઇ સાથે થયેલા એમઓયુ મૃતકના પરિવાર માટે કવચ બન્યા છે. જિતેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, જેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા જીમ્ૈં તરફથી તેમના પરિવારને ૧ કરોડનો ચેક એનાયત કરાયો છે. પોલીસ વિભાગ હંમેશા પોતાના જવાનો અને તેમના પરિવારોની પડખે અડીખમ ઊભો છે.” આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એસબીઆઇ બેંકના પદાધિકારીઓએ હાજર રહીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી

