Mumbai,તા.06
સંજય લીલા ભણશાળીએ શરુ કરેલી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ ફરી એક વખત અટવાઈ છે. હાલ પૂરતું તેનું શૂટિંગ પાછું ઠેલાઈ ગયું હોવાનું કહેવાય છે.
અગાઉ રણબીર, વિકી કૌશલ તથા આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે પોતાની સળંગ તારીખો આપી દીધી હતો. પરંતુ, સંજય લીલા ભણશાળીએ પોતાની સ્ટાઈલ પ્રમાણે શૂટિંગ બેહદ ધીમી ગતિએ આગળ વધાર્યું હતું. તેના કારણે રણબીર તથા વિકી કૌશલે આપેલી તારીખોના અનેક દિવસો વેડફાઈ ગયા હતા.
હવે પરિસ્થિતિ એ છે કે આલિયા ભટ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ વિકી કૌશલ તથા રણબીરના અનેક સીન્સ બાકી છે. જોકે, હવે રણબીર અને વિકી કૌશલ પાસે સંજય લીલા ભણશાળીને અનુકૂળ તારીખો નથી. રણબીર ‘રામાયણ’ પાર્ટ ટુના શૂટિંગમાં બીઝી થઈ ગયો છે જ્યારે વિકી કૌશલે પોતાની તારીખો ‘મહાવતાર’ ફિલ્મ માટે ફાળવી દીધી છે.

