Mumabi, તા.૩૦
Varun Dhawan ની આવનારી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી સત્તાવાર રીતે ેં/છ સર્ટિફિકેટ મળી ગયું છે. આ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ હવે થિયેટ્રિકલ રિલીઝ માટે બિલકુલ તૈયાર છે. ેં/છ સર્ટિફિકેટનો અર્થ એ થાય છે કે ફિલ્મ તમામ ઉંમરના દર્શકો માટે યોગ્ય છે, પરંતુ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માત્ર માતા-પિતા સાથે જઇને જ ફિલ્મ જોઈ શકે છે.
આ પ્રક્રિયા સાથે જોડાયેલા સુત્રો અનુસાર, ફિલ્મનો અંતિમ મંજૂર થયેલો રનટાઈમ ૧૩૬ મિનિટ એટલે કે ૨ કલાક અને ૧૬ મિનિટનો છે. તાજેતરમાં જ સર્ટિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેના કારણે ફિલ્મ હવે રિલીઝ માટે બિલકુલ ટ્રેક પર છે. ઇન્ડસ્ટ્રીના અંદરના લોકોનું કહેવું છે કે નિર્માતાઓ ફિલ્મની યંગ એનર્જી અને મ્યુઝિકલ નેરેટિવને જાળવી રાખવા માંગતા હતા, સાથે જ દર્શકોને એક ક્રિસ્પ થિયેટ્રિકલ અનુભવ આપવા પર ધ્યાન આપ્યું હતું. ૧૩૬ મિનિટનો સમયગાળો એક મેઇનસ્ટ્રીમ રોમેન્ટિક એન્ટરટેઇનર માટે આદર્શ માનવામાં આવી રહ્યો છે, જેમાં ડ્રામા, હ્યુમર, સંગીત અને ભાવનાત્મક ક્ષણોનું સંતુલન જળવાઈ રહે છે અને ફિલ્મ વધુ લાંબી લાગતી નથી. ખાસ કરીને તેની નોસ્ટેલ્જિક અપીલ અને ક્લાસિક બોલિવૂડ-સ્ટાઇલ રોમેન્ટિક ફ્લેવરને કારણે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ નામથી જ પહેલાથી જ દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. ટ્રેડ સર્કલ્સનું માનવું છે કે ફિલ્મ ભવ્ય સિનેમેટિક સ્કેલ પર રજૂ થતી રોમેન્ટિક પ્રેમકથાઓ માટે દર્શકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

