Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી
    • Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો
    • Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»દુનિયાનું સારૂં ઘરેણું તમારી મહેનત છે, સાચો સાથી તમારો નિર્ણય છે અને તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે
    લેખ

    દુનિયાનું સારૂં ઘરેણું તમારી મહેનત છે, સાચો સાથી તમારો નિર્ણય છે અને તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 6, 2026Updated:April 7, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    દેશમાં વિશ્વમાં યુધ્ધની વિહવળતાં વચ્ચે પાંચ રાજ્યમાં  વિધાનસભાની તથા આપણા રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત મહા નગર પાલિકા, પાલિકાઓની ચૂંટણીઓનો માહોલ બરોબરનો જામી રહયો છે.પ્રજા વર્તમાન શાસન વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ છે પણ તેનું પરિણામ શૂન્ય જ રહેતાં પ્રજાની વિહવળતાં પ્રજાના હૃદયમાં ધરબાયેલી જ રહે છે.આ ક્યાં લોકશાહી છે. લોકો અને કુદરત બંને વિહવળ હોય તેવું લાગે છે હવામાનમાં પલટો આવવો એ સામાન્ય બન્યું પણ જુઠ્ઠાણા આગળ પાંગળા દેખાઈ રહ્યા છે ત્યારે આજે આપણે ચિંતનાત્મક લેખમાં જોઇએ તો એક સમયે,એક શિષ્ય હતો જે પોતાના ગુરુને ખૂબ માન આપતો હતો. ગુરુને પણ આ શિષ્ય પ્રત્યે ખૂબ પ્રેમ હતો;જોકે,તે શિષ્ય પોતાના અભ્યાસમાં આળસુ અને સ્વભાવે ઢીલાશ વાળો હતો.તે સતત પોતાના અભ્યાસથી બચવાનો પ્રયાસ કરતો હતો અને આજના કાર્યોને આદતથી આવતીકાલ સુધી મુલતવી રાખતો હતો. પરિણામે, ગુરુ થોડા ચિંતિત થવા લાગ્યા, તેમને ડર હતો કે તેમના આ શિષ્યનો જીવનયુદ્ધમાં પરાજય થશે. સુસ્તીમાં વ્યક્તિને સંપૂર્ણપણે નિષ્ક્રિય બનાવવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે. આવી વ્યક્તિ કોઈપણ પ્રયત્નો કર્યા વિના ફળ મેળવવા માંગે છે. તે તાત્કાલિક નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે, અને જો તે નિર્ણય લેવામાં સફળ થાય તો પણ તે તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.તે તેના નજીક ના વાતાવરણથી પણ અજાણ રહે છે અને ભાગ્ય દ્વારા તેને આપવામાં આવેલી તકોનો લાભ લેવાની કુશળતાનો અભાવ ધરાવે છે. તેના મનમાં,ગુરુએ તેના શિષ્યના કલ્યાણ માટે એક યોજના ઘડી.એક દિવસ,શિષ્ય ના હાથમાં કાળા પથ્થરનો ટુકડો આપતા, ગુરુએ કહ્યું,”હું આ જાદુઈ પથ્થર તમને બે દિવસ માટે સોંપી રહ્યો છું,કારણ કે હું બીજા ગામ જવા માટે જઈ રહ્યો છું.
    તમે આ પથ્થરથી જે પણ લોખંડની વસ્તુને સ્પર્શ કરશો તે સોનામાં પરિવર્તિત થઈ જશે…” “તે થઈ જશે; જોકે, યાદ રાખો કે બીજા દિવસે સૂર્યાસ્ત સમયે, હું તમારી પાસેથી તે પાછું મેળવીશ.”
    શિષ્ય આ સુવર્ણ તક પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશ હતો; છતાં, સ્વભાવે આળસુ હોવાથી, તેણે પોતાનો આખો પહેલો દિવસ દિવાસ્વપ્નોમાં ખોવાઈ ગયો- કલ્પના કરી કે જ્યારે તેની પાસે સોનાની વિશાળ સંપત્તિ હશે ત્યારે તે કેટલો ખુશ, આનંદિત, સમૃદ્ધ અને સંતુષ્ટ હશે, અને તેની પાસે એટલા બધા નોકરો હશે કે તેને પાણીનો ગ્લાસ પણ લાવવાની જરૂર નહીં પડે.પછી, બીજી સવારે,જ્યારે તે જાગ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ બીજો અને છેલ્લો દિવસ છે જે તેને સોનું મેળવવા માટે ઉપલબ્ધ છે. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે,ગમે તે થાય,તે તેના ગુરુ દ્વારાઆપવા માં આવેલા કાળા પથ્થરનો સંપૂર્ણ ઉપયોગ કરશે. તેણે નક્કી કર્યું કે તે બજારમાં જશે,મોટી લોખંડની વસ્તુઓ ખરીદશે અને તેને સોનામાં રૂપાંતરિત કરશે. દિવસ વીતતો ગયો,છતાં તે જ્યાં હતો ત્યાં જ બેઠો રહ્યો, પોતાને એ વિચારથી શાંત રાખતો હતો કે હજુ પણ ઘણો સમય બાકીછે કે તે ફક્ત બજારમાં જઈ શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે વસ્તુઓ લઈ શકે છે.તેણે મનમાં વિચાર્યુંકે હવે “તો, હું મારું ભોજન કર્યા પછી જ સામાન લાવવા નીકળીશ.જોકે, જમ્યા પછી આરામ કરવાની તેમની આદત હતી, અને મહેનત કરવા ઉભા થવાને બદલે,તેમણે થોડી રાહત લેવાનું વધુ યોગ્ય માન્યું. છતાં, તેમનું શરીર સુસ્તીથી ઘેરાયેલું  ઊંઘના ઊંડાણમાં વહી ગયું, અને જ્યારે તે જાગ્યો, ત્યારે સૂર્ય આથમવાની અણી પર હતો પછી તે બજાર તરફ ઉતાવળમાં દોડવા લાગ્યો;જો કે,રસ્તામાં જ તેમને તેમના ગુરુ મળ્યા.તેમને જોતાં જ,તે તેમના પગે પડ્યો અને જાદુઈ પથ્થરને ફક્ત એક દિવસ માટે રાખવાની વિનંતી કરી.પરંતુ ગુરુ અડગ રહ્યા અને શિષ્યનું ધનવાન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.તેમ છતાં,આ ઘટનાએ શિષ્યને એક ઊંડો પાઠ શીખવ્યો તેને પોતાની આળસ માટે ઊંડો પસ્તાવો થવા લાગ્યો. તેને સમજાયું કે આળસ તેના જીવન પર એક અભિશાપ છે અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ફરી ક્યારેય પોતાની ફરજોથી દૂર નહીં રહે, તેના બદલે પોતાને એક મહેનતુ, સતર્ક અને સક્રિય વ્યક્તિ તરીકે સાબિત કરવાનો સંકલ્પ કરશે.
    એક ગોપી શૃંગાર કરતી હતી, ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો. સુધબુધ ભૂલી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી તેણે દોટ મૂકી.
    એક ગોપી ઘરમાં લીંપવાનું કામ કરતી હતી અને હાથ છાણથી ખરડાયેલા હતા.વાંસળીસાંભળી કે હાથ પણ ધોયા વગર શ્રીકૃષ્ણ ને મળવા દોડવા લાગી.
    રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય તો ગોપી શ્રૃંગાર કરી દર્પણમાં મુખ જોઈ હવે હું કેવી સુંદર લાગું છું તેની ખાતરી કરી શ્રીકૃષ્ણ પાસે જાય, પરંતુ અહીં તો ગોપીઓ છાણવાળા હાથે દોડે છે.આ બતાવે છે કે,આ લૌકિક કામની વાત નથી.
    ઈશ્વરને મળવા માટે આવી આતુરતા જોઇએ. રામકૃષ્ણ પરમહંસ આનું દૃષ્ટાંત આપે છે.
    એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું કે, ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઇએ? ઈશ્વરને પ્રાપ્ત કરવા કેવી વ્યાકુળતા જોઇએ?ગુરુએ કહ્યું, એ શબ્દનો વિષય નથી. શબ્દથી તેનું વર્ણન થઈ શકે નહીં. એ અનુભવનો વિષય છે. પ્રસંગ મળશે ત્યારે તને સમજાવીશ.
    થોડા દિવસ પછી ગુરુ-શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્ય જેવી જળમાં ડૂબકી મારી કે, ગુરુએ એનું મસ્તક પકડીને જળમાં અંદર દબાવી દીધું. શ્વાસ રુંધાતાં શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઇને તરફડિયાં મારવા લાગ્યો, ત્યારે ગુરુએ તેને છોડયો. શિષ્ય કહે, બાપ રે, મને તો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ હવા વગર છૂટી જશે! ગુરુએ કહ્યું કે, બસ તો! હવા માટે તું જેવો તરફડતો હતો. જીવ જ્યારે પ્રભુ માટે તરફડે ત્યારે પ્રભુ મળે! આવી વ્યાકુળતા વગર ઈશ્વર મળતા નથી.
    ગોપી કથાએ સાધારણ સ્ત્રીની કથા નથી. દેહાધ્યાસ નષ્ટ થયા પછીની જીવની દશાની આ કથા છે. ગોપીઓને સગાંસંબંધીઓ અટકાવે છે પણ તે અટકતી નથી અટકી શકતી નથી. કારણ કે અટકવાનો વિચાર કરનારું મન એમની પાસે છે જ નહીં. એમનું મન એમની પાસેથી હરાઈ ગયુંછે મીરાંબાઈ એક ભજનમાં કહે છે કે,પ્રભુ,મારો જીવ પાણી બહાર પડેલી માછલીની પેઠે તરફડેછે. તારાં દર્શન વગર મને ચેન પડતું નથી.
    હૃદયનો શુદ્ધ ભાવ છે તે ગોપી.
    દર્શનમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલે એ ગોપી.ઇન્દ્રિયોદ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી.
    ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે.પોતાની સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતાં આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય.ભક્તિ માં તન્મયતા આવે,પછી હું પુરુષ છું કે સ્ત્રી તેનું પણ ભાન રહેતું નથી.સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી.આ ગોપી ઓ સાધારણ જીવ નથી પણ ઋષિમુનિઓ છે. ગોપીઓમાં કેટલીક સાધનસિદ્ધા ગોપીઓ હતી,કેટલીક ઋષિરૂપા ગોપીઓ હતી,કેટલીક શ્રુતિરૂપા ગોપીઓ હતી,કેટલીકસ્વયંસિદ્ધા હતી, ત્યારે કેટલીક અનન્યપૂર્વા ગોપીઓ હતી.અનન્યપૂર્વા ગોપી ઓ અતિ અદ્ભુત છે. સંસારનો ભોગ ભોગવ્યા વિના જેને વૈરાગ્ય આવે છે તેવા જીવ એ અનન્ય પૂર્વા ગોપીઓ છે. હજારો વર્ષની તપસ્યા પછી થાકીને ઋષિમુનિ ઓએ ગોપીનો અવતાર લીધો છે.ઋષિઓ તપશ્ચર્યા કરી,યોગ સાધના કરી કંટાળી ગયેલા,તેથી પોતાનો કામ શ્રીકૃષ્ણને અર્પણ કરવા ગોપી ઓ થઇને આવેલાછે ઈશ્વરને અર્પણ કરેલા કામ નિષ્કામ બને છે.
    વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજેઆપણે ચિંતનાત્મક લેખની શરૂઆતમાં જે વાત જોઈ તે જીવનમાં દરેક વ્યક્તિને અસાધારણ તકો મળે છે,છતાં ઘણા લોકો ફક્તપોતાની આળસને કારણે તેને ગુમાવે છે. તેથી, મારો સંદેશ આ છે:જો તમે સફળ,સુખી,ભાગ્યશાળી, ધનવાન અથવા મહાન બનવાની ઇચ્છા રાખો છો,તો આળસ અને વિલંબને બાજુ પર રાખો. તેના બદલે, તમારામાં શાણપણ, ખંતપૂર્વક પ્રયાસ અને સતત તકેદારી જેવા ગુણો કેળવો. અને જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય મુલતવી રાખવાનો વિચાર તમારા મનમાં આવે,ત્યારે તમારી જાતને એક સરળ પ્રશ્ન પૂછો: “આજે કેમ નહીં?”આજે આપણે અહીં અટકીએ અસ્તુ.
    *યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા-૯૪૨૮૬૭૮૬૯૯*
    Yashpal Singh T Vaghela
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Veda Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધ ને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ…બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.