Rajkot તા.08
શહેરમાં બે સ્થળે પોલીસે વિદેશી દારૂના દરોડા પાડ્યા છે જેમાં, મિલપરામાં મકાનમાંથી વિદેશી દારૂની ૩૧ બોટલ સાથે બુટલેગરને પીસીબી ની ટીમે ઝડપી લીધો છે. તેમજ થોરાળા પોલીસની ટીમ ચુનારાવાડ માંથી શરાબના ૦૮ ચપલા સાથે શખ્સને ઝડપી લીધો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાટલી મળી હતી કે, મિલપરા શેરી નંબર ૦૨ માં રહેતો યજ્ઞેશ ઉર્ફે યેગુડો હર્ષદભાઈ ચૌહાણ નામનો બુટલેગરે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમીના પગલે મકાનમાં દરોડો પાડી રૂ.૩૧ હજારની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે યજ્ઞેશ ચૌહાણને ઝડપી લીધો છે. દરોડા ની કામગીરી પીસીબી પીએસઆઇ આર કે જાડેજા, પી બી ત્રાજિયા, એ.એસ.આઇ મયુરભાઈ પટેલ ,સંતોષભાઈ મોરી, હરદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ દેવરાજભાઈ રબારી સહિતના સ્ટાફે બજાવી છે.જ્યારે બીજો વિદેશી દારૂનો દરોડો થોરાળા પોલીસની ટીમે ચુનારા વાડ શેરી નંબર ૦૧ , આજી નદીના કાંઠે પાડી શરાબના ૦૮ ચપલા સાથે નવા થોરાળા શેરી નંબર ૦૩ માં રહેતો સન્ની રામજીભાઈ ખચીયા નામના શખ્સને ઝડપી લીધો છે.

