Rajkot. તા.08
લીમડા ચોક પાસેની ઓફિસમાં 22 વર્ષીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. જાનવી મેનેજમેન્ટ નામની ઓફિસના સંચાલકે યુવતીને કામ પર રાખ્યા બાદ માતા પિતાને મારી નાંખવાની ધમકી આપી એક વર્ષ સુધી યૌન શોષણ કરી મારકૂટ કરતાં મૂળ ભાવનગરના શખ્સ સામે પ્ર. નગર પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.
બનાવ અંગે રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોપાલ રમણીકલાલ ચાવડા (રહે.જાનવી મેનેજમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ” વરૂણ આર્કેડ પહેલો માળ ઓફીસ નંબર -101 લીમડા ચોક) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી જાનવી મેનેજમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં એક વર્ષથી ટેલીકોલર તરીકે નોકરી કરે છે. દરમિયાન આરોપી ગોપાલ ચાવડાએ ફરીયાદીને નોકરી ઉપર રાખી બાદમાં ફરીયાદીની એકલતાનો લાભ લઈ તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં યુવતીને તેના માતા પિતાને મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ એક વર્ષ દરમિયાન આરોપીએ તેમની ઓફિસની અંદર જ મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જો ફરીયાદી શરીર સબંધ બાંધવાની ના પાડે તો આરોપ ઢીકા પાટુનો માર મારી યુવતી તેમજ માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીની મરજી વીરુદ્ધ અવાર નવાર શરીર સબંધ બંધતો હતો.
જે બાદ અંતે કંટાળેલ યુવતી પોલીસ મથકે પહોંચી અને પોતાની વ્યથા જણાવતાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ મકવાણાએ તુરંત જ ગુનો નોંધી પીએસઆઇ દિનેશ ગજેરા અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચારનાર શખ્સ 40 વર્ષનો ઢગો અને તે મૂળ ભાવનગરનો વતની છે. હાલ તેના પરિવાર અંગે પણ પોલીસ વિગત મેળવી રહી છે.

