Morbi તા.15
વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે તા.15ના રોજ નીલકંઠ મહાદેવ મંદિરે ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવવા માટેની અને આખરી ઓપ માટેની મીટીંગનું આયોજન કરેલ છે.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્યદેવ એટલે કે ભગવાન પરશુરામ જેવો અજરાઅમર છે. ચીરંજીવી છે અને શકિત અને ભકિત બંનેના જે પ્રણેતા છે. એવા ભગવાન પરશુરામના જન્મોત્સવ માટે આજે રાત્રે 9-30 કલાકે આ બેઠક યોજાશે.
વાંકાનેરના સમસ્ત બ્રહ્મ સમાજના 84 પેટા જ્ઞાતિની અંદર આવતા તમામ તડગોળોના સદસ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયુ છે. આ પ્રસંગે શોભાયાત્રા, સન્માન સમારંભ, મહાઆરતી, મહાપ્રસાદ, સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

