(રવિ નિમાવત દ્વારા)
Morbi, તા,02
Morbi શહેરમાંથી ગુમ થયેલી ૧૦ વર્ષની કિશોરીનું પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું જે મિલન પ્રસંગે પરિવારની આંખો ભીની થઇ હતી
મોરબી જીલ્લામાં ગુમ બાળકોને શોધી કાઢવા બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફરિયાદી કિરણદેવી સુનીલકુમાર રામ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે તેની ૨૦ વર્ષની દીકરી ગત તા. ૨૨ મેના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી છે બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી મોરબીથી ભોપાલ સુધી અલગ અલગ રેલ્વે સ્ટેશનના અને શહેરી વિસ્તારના ૮૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ગુમ થયેલી બાળકી અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશને હોવાની માહિતી મળતા એક ટીમ અમદાવાદ રવાના કરી હતી અને બાળકીને પરત લાવી માતાપિતાને સોપવામાં આવી હતી

