(રવિ નિમાવત દ્વારા)
Morbi, તા,02
વાંકાનેર તાલુકાના પલાસ-પાડધરા ચોકડી વચ્ચેથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઈક ચાલક ઓવરટેક કરવા જતા ફરિયાદીના દીકરાના બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ભીખાલાલ ત્રિભોવનભાઈ ચાવડાએ આરોપી બાઈક જીજે ૧૩ બીએલ ૪૨૮૩ ના ચાલક દશરથ વિનાભાઈ કોળી રહે મંડળાસર થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો તરુણ ચાવડા બાઈક જીજે ૩૬ એએન ૨૪૧૬ લઈને પલાસ-પાડધરા ચોકડી પાસેથી જતો હતો ત્યારે આરોપી બાઈક ચાલક સાઈડ કાપવા સામેથી આવતા ઓવરટેક કરવા જતા તરુણના બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો થો અને ફરિયાદીના દીકરા તરુણને મોઢા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયદ નોંધી તપાસ ચલાવી છે

