Morbi, તા.15
હળવદના કેદારીયા ગામની સીમમાં વોકળાના કાંઠે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 324 બોટલો મળી આવતા 1,51,200 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને બે શખ્સોની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેદારીયા ગામની સીમમાં આવેલ બુસલીના માર્ગે વોકળાના કાંઠે દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે જે ચોક્કસ હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 324 બોટલો મળી આવી હતી.
જેથી કરીને પોલીસે 1,51,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નારણ નાનજીભાઈ સોનાગ્રા તથા કાંતિલાલ મનસુખભાઈ કંઝારીયા રહે. બંને રણજીતગઢની ધરપકડ કરી હતી અને તે બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને શખ્સની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

