(મિલાપ રૂપારેલ) Amreli, તા.18
ધારી તાલુકાના ગરમલી (ચરખા) ગામે ભોળાનાથના મંદિર પાસે રહેતાં યુવકને કોઈ અજાણ્યા ઇસમે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપી બસ ભાડે આપવાં માટે વિશ્વાસમાં લઈ અને યુવકનાં મોબાઇલમાં સ્કેનર મોકલી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 34,499.97 ઉપાડી લઇને, આરોપીઓએ પોતાના મોબાઇલ નંબર સ્વીચ ઓફ કરીને, યુવક સાથે છેતરપિડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ધારી તાલુકાના ગરમલી (ચરખા) ગામે ભોળાનાથના મંદિર પાસે રહેતાં રવિરાજભાઇ ચંપુભાઇ જેબલીયા નામનાં 30 વર્ષીય યુવક ચલાલા ગામે ભીમનાથ લોજની સામે બાપા સીતારામ નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય જેમાં તેઓ ટ્રાવેલ્સ (લકઝરી બસ) ભાડે આપતા હોય ત્યારે આરોપીએ આનંદકુમાર ઇન્ડીયન આર્મીના મોબાઇલ નંબર 9329573168 વાળાએ તા.2/3/26 ના રોજ બપોરનાં 2/30 વાગ્યે યુવકને ફોન કરીને, હુ આર્મી ઓફીસર, અમરેલી એરપોર્ટથી બોલુ છુ.
તમો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનુ કામ કરો છો? ટ્રાવેલ્સ (લકઝરી બસ) ભાડે આપો છો? જેથી યુવકે હા પડી પોતાની ટ્રાવેલ્સ બસ ભાડે આપવાની વાતચિત કરી હતી. અને અમરેલી એરપોર્ટથી અમદાવાદ હનુમંત આર્મી કેમ્પનુ ટ્રાવેલ્સ ભાડુ રૂપિયા 40,000 નક્કી કરેલ હતું.
બીજે દિવસે ગત તા.3/3/26 નાઆર્મી ઓફીસર તરીકે ઓળખ આપનાર આનંદકુમાર નામના આરોપીએ તેમના મોટા ઓફીસર સાહેબ તરીકે આર્મી ઓફીસર કેપ્ટન પ્રવીણકુમાર મોબાઇલ નંબર યુવકને આપીને તેમની સાથે વાતચીત કરી અને યુવકને તેમના વ્હોટસપ મોબાઇલ પર આરોપીએ પ્રથમ રૂપિયા 2 નુ સ્કેનર મોકલેલ હતું. જે યુવકે સ્કેનર સ્કેન કરતા, યુવકના બેન્ક એકાઉન્ટ ખાતુ હોય તેમા રૂપિયા 2 જમા થયેલ હોય, જેથી યુવકને આરોપીઓ સાચુ બોલે છે.
તે ખ્યાલ આવતા જ આરોપીઓએ યુવકના મોબાઇલ રૂપિયા 34,499-97 નુ સ્કેનર મોકલી તે સ્કેન કરીને તે સ્કેનરથી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 34,499.97 ઉપાડી લઇને, આરોપીઓએ પોતાના મોબાઇલ નંબર સ્વીચ ઓફ કરીને, યુવક સાથે છેતરપિડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

