Morbi, તા.18
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ પેલેસ ખાતે રહેતા યુવાને કાજેરડા ગામના શખ્સ પાસેથી માસિક 60 ટકાના વ્યાજ લેખે 9 લાખ રૂપિયા લીધા હતા જેની સામે 7.02 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી 9 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ છે.
શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આશાપુરા ટાવરની પાછળના ભાગમાં આવેલ વિશ્વાસ પેલેસ બ્લોક નંબર 601 માં રહેતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ ભોરણીયા (32)એ સાજીદ જાનમામદ કાજેડીયા રહે. કાજેરડા તાલુકો માળીયા મીયાણા વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ આરોપી પાસેથી 9 લાખ રૂપિયા માસિક 60 ટકા ઊંચા વ્યાજે લીધા હતા.
અને તેની સામે 7,02 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી આપેલ છે છતાં પણ તેની પાસેથી 9 લાખ માટે થઈને દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે જેથી યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

