Morbi,તા.18
મોરબીમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ‘સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ – 2025’ ભવ્યતા અને ગૌરવ સાથે યોજાયો હતો. CBSE બોર્ડ અને સહોદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સમારોહ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર શિક્ષકોને સમર્પિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં 200 થી વધુ શિક્ષકો, પ્રિન્સિપાલો, ડાયરેક્ટરો તેમજ સૌરાષ્ટ્રની વિવિધ CBSE શાળાઓના પ્રિન્સિપાલો, કોઓર્ડિનેટરો અને શિક્ષણ જગતના આગેવાનોની ભવ્ય ઉપસ્થિતિ રહી, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
આ સમારોહ દરમિયાન મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 5 શિક્ષકોને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે મોરબી માટે ગૌરવની વાત બની છે. મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષકો માટે આ એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક ક્ષણ બની હતી.

