Morbi, તા.18
મૂળ પંજાબના ગરીયાલાના લખબીરસિંહ જાંગીરસિંહ (48) મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વડવાળા હોટલ સામે ટ્રક નંબર જીજે 12 બીવી 6756 ઉભો રાખીને ટ્રકમાં તેઓ તથા તેના ડ્રાઇવર શ્રવણસિંગ જુવારસિંગ (36) રહે. મુળ પંજાબ વાળા સુતા હતા.
દરમિયાન બીજા દિવસે સવારે લખબીરસિંહને ઉઠાડવા છતાં તે ન ઉઠતાં તેને તાત્કાલિક સારવાર માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

