Morbi, તા.18
મોરબીના આમરણ ગામ નજીક નદીના પુલ ઉપર કાર અને માલ વાહક વાહન વચ્ચે અકસ્માતમાં બંને વાહનોમાં નુકસાની થઈ હતી અને બંને વાહનના ચાલકોને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
આમરણ ગામથી ધ્રોલ તરફ જવાના રસ્તા ઉપર ડેમી નદી ઉપર પુલ આવેલ છે તે પુલ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે અર્ટિકા કાર અને સામેથી આવતા માલ વાહક વાહન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને વાહનોમાં નુકસાન થયેલ છે અને અકસ્માતના આ બનાવમાં બંને વાહનના ચાલકોને ઈજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માત થવાના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ અકસ્માતમાં બનાવ બન્યો હતો ત્યાં રસ્તો સાંકડો હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત થતા હોય છે તેમજ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આગામી સમયમાં ત્યાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેની જવાબદાર કોની તે સૌથી મોટો સવાલ છે.

