Morbi,તા.20
મોરબીના લાતી પ્લોટ શેરી નં 6 માં આવેલ કારખાનામાં કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી જેથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ સંપૂર્ણ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનાની અંદર રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. લાતી પ્લોટ શેરી નં 6 મેઈન રોડ ઉપર આવેલ વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ નામના કારખાનામાં બીજા માળે કોઈ કારણોસર બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આગ બીજા માળ ઉપર રાખવામાં આવેલ માલસામાનના પ્રસરી ગઈ હતી.
જેથી મહાનગરપાલિકાના ફાયરની ટીમ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા જોકે, કારખાનામાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનામાં રહેલ કાચો અને પાકો માલ તથા રો મટીરીયલ સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી કારખાનેદારને મોટું નુકસાન થયું છે

