Morbi તા 20
હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બાઇક ચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતુ હળવદના મયુરનગર ગામે રહેતા થોભણભાઈ રામજીભાઈ શિરોયા (42) એ બાઈક નંબર જીજે 36 એચ 5285 ના ચાલક મૃતક બળદેવભાઈ મનુભાઈ ડાભી સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
રાયસંગપર ગામની સીમમાં પીપળીયા હનુમાન મંદિર પાસેથી ફરિયાદીને પૂછ્યા વગર આરોપી ફરિયાદીનું બાઈક લઈ ગયો હતો અને ફુલ સ્પીડમાં બાઈક ચલાવ્યુ હતું જેથી બાઇક સ્લીપ થઈ જતા. માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું બાઈકમાં પાછળના ભાગે ફરિયાદીનો દીકરો હાર્દિક બેઠેલ હતો જેને ગંભીર ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસવામાં આવેલ છે ઇજા પામેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના લાલપર ગામ નજીક આવેલ આદ્યશક્તિ ચેમ્બરમાં મિલેનિયમ સ્પામાં કામ કરતા વર્કરનો બાયોડેટા ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતો તથા સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જેથી જાહેરનામાના ભંગ સબબ સ્પાનાં સંચાલક નિલેશ અરજણભાઈ વેગડ (35) રહે. જૂની પીપળી સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.

