Morbi તા.20
મોરબીના બે જુદા-જુદા વિસ્તારોમાંથી થોડા સમય પહેલા સગીરાઓના અપહરણ થયા હતા.જેમાં મેડીકલ તપાસ બાદ દુષ્કર્મ ની બાબત સામે આવતા પોલીસ દ્રારા આરોપીઓને પકડવામાં આવેલ છે.મળતી માહિતી પ્રમાણે પીપળી રોડ ઉપરથી પરપ્રાંતિય પરિવારની સગીરાનું અપહરણ થયું હતું.તે ગુનામાં તેમજ લીલાપર ચોકડી નજીકથી સગીરાનું અપહરણ થયુ હતુ.તે બંને ગુનામાં આરોપીઓને પકડ બંનેને જેલ હવાલે કર્યા છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ પીપળી ગામ પાસેની સોસાયટીમાં રહી મજૂરી કામ કરતાં એક પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતુ. અંગે સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બાદમાં મેડિકલ તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.જેથી તે કલમનો પણ ઉમેરો કરાયો હતો.આ કેસમાં તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા દ્વારા પ્રદિપસિંહ કિશોરસિંહ જાડેજા (26) રહે.નવી પીપળી રોકડીયા હનુમાન મંદિરની પાસે તા.મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
તેમજ લીલાપર રોડ ચોકડી નજીકથી થોડા સમય પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું.જે અંગે ભોગ બનનારના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.તે બનાવમાં પણ પોકસો-અપહરણ સહિતની કલમો દાખલ કરવામાં આવી હતી અને બાદમાં રેપની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.આ કેસ પોલીસે બલરામ બાબુલાલ ચંદ્રવંશી (24) રહે.હાલ લીલાપર રોડ લીલાપર ચોકડી પાસે તા.મોરબી મૂળ મધ્યપ્રદેશ ની ધરપકડ તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
દવા પી લેતા
મોરબીના દરબારગઢ પાસે રહેતા ભાવેશ દેવજીભાઇ કકકડ (32) એ કોઇ કારણોસર દવા પી લેતા સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો.તેમજ મોરબીના પંચાસર રોડ ન્યુ જનકનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સોફિયાબેન રિયાઝભાઈ ખોખર નામના ત્રીસ વર્ષીય મહિલાએ કોઈ કારણસર તેઓના ઘરે ફિનાઇલ પી લેતા તેમને પણ સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા રસિકભાઈ રવજીભાઇ શેરસીયા (65) નામના આધેડ દેરાળા ગામેથી ગુંદાખડા જતા હતા ત્યારે રસ્તામાં રાજસ્થળી ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થયું હતું.જેથી વાંકાનેર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના રેલ્વે સ્ટેશન ખાતે બે લોકો દ્વારા માર મારવામાં આવતા ધર્મગીરી ભવાનીગીરી ઓઘડ (50) રહે.બોટાદ ને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા છે.

