Morbi તા 20
મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં નેલ્સન સર્ફેસ નામનું નવું કારખાનું બની રહ્યું છે તે કારખાનામાં અજાણ્યા ત્રણથી ચાર શખ્સો અ એસી માટે નાખવામાં આવેલ પીવીસી પાઇપ અને કેબલને તોડી નાખીને 3.5 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ 1.75 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે
મોરબીમાં આવેલ અવની પાર્ક અનંત પેલેસ ફ્લેટ નં. 302 માં રહેતા જયદીપભાઇ ગણેશભાઈ પાંચોટિયા (31) અજાણ્યા ત્રણથી ચાર શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે મોરબીના સાદુળકા ગામની સીમમાં નેલ્સન સર્ફેસ નામનું તેઓનું નવું કારખાનું બની રહ્યું છે.
ત્યાં મોડી રાતના સમયે અજાણ્યા ત્રણથી ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો નવા કારખાનામાં એસી માટે નાખેલ પીવીસીના પાઇપ અને કેબલ તોડી નાખીને અંદાજે સાડા ત્રણ લાખનું નુકસાન કર્યું છે અને પાઇપ તથા કેબલમાંથી અંદાજે 1,75,000 ની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

