Morbi તા. 20
ટંકાર તાલુકાના ખાખરા ગામની સીમમાં આજી નદીના કાંઠેથી 45 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયેલ છે જ્યારે વણકરવાસ વિસ્તારમાંથી દારૂની સાત બોટલ સાથે પોલીસ દ્વારા એક શખ્સને પકડવામાં આવેલ છે ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી 102 લીટર દેશી દારૂ સાથે આરોપી પકડાયો હતો.
ખાખરા ગામની સીમમાં આજી નદીના કાંઠે કાચા રસ્તે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 45 બોટલો મળી આવતા પોલીસે 6,750 ની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી સુનિલ લાખાભાઈ પરેશા (30) રહે. ખાખરાની ધરપકડ કરી હતી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
102 લીટર દેશી દારૂ
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા નાસીર ભટ્ટીના રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી 102 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 20,400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે નાસીર મહમદહનીફ ભટ્ટી (21) રહે હાલ ચરાડવા મૂળ રહે. માળીયાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

