Morbi, 20
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી નામના કારખાનામાં સિક્યુરિટી કાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન પોતાની ફરજ ઉપર હતો ત્યારે ચાર શખ્સોે કારખાનામાં દરવાજો કૂદીને અંદર આવ્યા હતા જેથી યુવાને તેઓને કારખાનાની અંદર જવાની ના પાડતા પતરું ે મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શરૂ કરેલ છે
મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના અને હાલમાં જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ રામભાઈ રામાવત (45) એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનવ કાથરાણી, નવાજ કટિયા શેરમામદ કટિયા અને ફેજાન મોવર રહે. બધા મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે.
કે તે હોલો સેનેટરી કારખાનામાં ફરજ ઉપર હતો ત્યારે માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો અને બાકીના ત્રણ આરોપી બાઈક લઈને કંપનીના ગેટ પાસે આવ્યા અને ગેટ બંધ હોય ગેટને કૂદીને તે શખ્સોએ કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ફરિયાદીએ પૂછ્યા વગર કંપનીની અંદર જવાની ના પાડી હતી જેથી માનવ કાથરાણીએ ખિસ્સામાંથી લાપી ભરવાનું ધાર વાળું પતરું કાઢીને ફરિયાદીને પેટના ભાગે ઘા મારીને જીવલેણ ઇજા કરી હતી.
અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

