Babra, તા.21
બાબરા નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય કિરણ મેરએ ગામના મંદિર પાસે જઈ ઝેરી દવા અને એસિડ બંને પી લીધા હતા. જેથી તેને રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી અહીં તેણીએ દમ તોડી દેતા ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, કિરણ પ્રવિણભાઈ મેર (ઉંમર વર્ષ 17) (રહે. ખંભાળા, તા. બાબરા, જિ. અમરેલી) ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ગામમાં આવેલા મંદિર પાસે જઈને ઝેરી દવા અને એસિડ બંને ગટગટાવી લીધું હતું. તેણીને તત્કાલ બાબરા ની હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો. કિરણ બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની હતી. પિતા ખેતીકામ કરે છે દીકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતા બાબરા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે.

