Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    અન્ય રાજ્યો

    દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    West Bengal,તા.૨૧

    પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલે જોર પકડ્યું છે. દાર્જિલિંગ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કુલ્ટી વિધાનસભા વિસ્તારમાં જનસભા સંબોધી મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, એક સમયે કુલ્ટી દેશમાં લોખંડના ખનિજ ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું, પણ હાલની સરકારની નીતિઓના કારણે આ વિસ્તાર હવે બંધ થવાની કગાર પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની અવગણના થઈ છે, જેના કારણે અનેક પરંપરાગત ઉદ્યોગો પર સંકટ છવાઈ ગયું છે. તેમણે કહ્યું કે, જો યોગ્ય નીતિઓ અપનાવવામાં આવી હોત, તો આજે પણ કુલ્ટી જેવા વિસ્તારો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત.

    દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે રાજ્યમાં પરિવર્તનની માંગ વધી રહી છે અને જનતા પરિવર્તન તરફ વિચાર કરી રહી છે. અમિત શાહે ગોરખા સમુદાયના મુદ્દાઓ પર પણ મોટો રાજકીય સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે, તો ગોરખા બહેનો અને ભાઈઓની વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓને પ્રાથમિકતા આપીને ઉકેલવામાં આવશે. અમિત શાહે દાવો કર્યો કે, ભાજપ સરકાર બન્યા પછી છ મહિનાની અંદર ગોરખા સમુદાયની જૂની સમસ્યાઓના ઉકેલ માટે ઠોસ પગલાં લેવામાં આવશે, જેથી લોકોના જીવનમાં સંતોષ અને સ્થિરતા આવી શકે.

    અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (્‌સ્ઝ્ર) બંને પર ગોરખા સમુદાય અને દાર્જિલિંગ વિસ્તારની અવગણના કરવાનો આરોપ રહ્યો છે. શાહના જણાવ્યા અનુસાર, આ સમસ્યાઓનો ઉકેલ ભાજપ પોતાની સરકાર બન્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં લાવવાનો પ્રયાસ કરશે. ઉત્તર બંગાળના લોકોને સંબોધતા તેમણે અપીલ કરી કે, એક વખત ભાજપને મોકો આપો, જેથી વિકાસ અને સમાધાનની પ્રક્રિયા આગળ વધી શકે. તેમણે કહ્યું કે, “ઉત્તર બંગાળના લોકો, એક વાર ભાજપ સરકાર બનાવી દો. ત્રણ ચૂંટણીથી દાર્જિલિંગ તો કમળ પર મત આપી રહ્યું છે, પણ આ વખતે આખું બંગાળ નક્કી કરી ચૂક્યું છે કે દીદીને હટાવવાનો સમય આવી ગયો છે.”

    અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યમાં બજેટ ફાળવણીમાં ભેદભાવ કરવામાં આવે છે. અમિત શાહે જણાવ્યું કે, તૃણમૂલ સરકારે ઉત્તર બંગાળ, આદિવાસી અને પર્વતીય વિસ્તારો માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે, જ્યારે મદરસા અને અલ્પસંખ્યક વિસ્તારો માટે ૫૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તેમણે આને અન્યાયપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે, હવે ઉત્તર બંગાળ અને ગોરખા સમુદાય સાથે ન્યાયની શરૂઆત થશે.

    શાહે આરોપ મૂક્યો કે, મમતા બેનર્જીના શાસનમાં અનેક મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને સંદેશખાલી કેસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, આવી ઘટનાઓએ આખા બંગાળને શરમાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, બંગાળમાં ગુનો કરનાર દરેકને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને ભાજપ સરકાર બન્યા પછી આવા કેસોમાં કડક કાર્યવાહી થશે.

    Amit Shah Union Home Minister
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Balen Shah ના આદેશના કારણે ભારત-નેપાળ બોર્ડર પર વિવાદ

    April 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ

    April 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran

    April 21, 2026
    અન્ય રાજ્યો

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026
    અન્ય રાજ્યો

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.