New Delhi,તા.22
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક જર્મન બ્લોગર લિઝલેઝના ફોટો લાઈક અને પછી અનલાઈક કરવાને લઈને ચર્ચામાં આવી ગયો છે. ખરેખર, લિઝલેઝ લાંબા સમયથી ભારતના પ્રવાસે છે. તે ભારતની સાથે ક્રિકેટની પણ મોટી ફેન છે.
તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાનાં ફોટોઝ શેર કરતી રહે છે. આમાંના જ એક ફોટો પર વિરાટ કોહલીના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પોસ્ટ લાઈક કરવામાં આવી હતી.
જ્યારે મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો, ત્યારે ફેન્સે જોયું કે વિરાટે પોસ્ટને અનલાઈક કરી દીધી હતી. આનાથી સોશિયલ મીડિયા પર લોકો તેની મજા લેવા લાગ્યા. કારણ કે આ પહેલા પણ વિરાટ 2025માં અવનીત કૌરના એક બોલ્ડ ફોટોને લાઈક કરી ચૂક્યો હતો, પરંતુ ત્યારે તેણે આને એલ્ગોરિધમની ભૂલ ગણાવી હતી.
`વિરાટ માટે ખરાબ લાગી રહ્યું છે’
ફોટોને અનલાઈક કરવા વિશે લિઝલેઝે કહ્યું, `મને મારા માટે નહીં પણ વિરાટ માટે ખરાબ લાગી રહ્યું છે. કદાચ વિરાટનો કોઈ ખોટો ઈરાદો નહોતો, પણ જે કંઈ પણ થયું, હું તેમના સપોર્ટ માટે આભારી છું.’

