Talala.તા.25
તાલાળા ગામે મકાનમાંથી રૂ.50 હજારની કિંમતનો 1.07 ગ્રામ ગાંજા સાથે તાલાળાનો અબ્બાસ શાહમુરાદ બ્લોચ નામના શખ્સને ગીર સોમનાથ એસ ઓ જીની ટીમે ઝડપી લીધો છે.ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થની હેર ફેર અને વેચાણ સહિતની બીડીને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આપેલી સૂચનાના પગલે એસ ઓ જી ઇન્ચાર્જ પીઈ ડી એમ કાગડાની ટીમ તાલાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, તાલાળામાં પીપળવા રોડ પર આવેલી જનતા બેકરી પડે રહેતો અબ્બાસ શાહમુરાદ બ્લોચ નામના શખ્સે તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો છુપાવ્યો છે.
એસ ઓ જી ની ટીમે મકાનમાં દરોડો પાડી રૂ.50 હજારની કમરના 1.07 ગ્રામ ગાંજાનો લીલા છોડ સાથે અબ્બાસ બ્લોચને ઝડપી લીધો છે. પોલીસે અબ્બાસ ગાંજો કોની પાસેથી લાવ્યો હતો ? વગેરે બાબતની પૂછપરછ હાથ ધરી છે.

