1.51 લાખની કિંમતની 576 બોટલ શરાબ અને માલ વાહક વાહન મળી ચાર લાખનો મુદ્દામાલ કબ્જે
પીસીબીએ દરોડો પાડી દારૂનો જથ્થો મંગાવનાર જંકશનનો બુટલેગર દિનેશ સિંધીની શોધખોળ
Rajkot,તા.25
શહેરની માધાપર ચોકડી નજીક પાયલોતિંગ સાથે માલ વાહક ટેમ્પો માંથી રૂ.1.51 લાખની કિંમતની વિદેશી દારૂની 576 બોટલ મળી ચાર લાખના મુદ્દામાલ સાથે જીવન નગરમાં રહેતો ક્રિશ ભાલારા નામના ખેપીયાને પીસીબી ની ટીમે ઝડપી લીધો છે. જ્યારે દારૂનો જથ્થો મગાવનાર જંકશનના દિનેશ સિંધીની શોધ ખોળ હાથ ધરી છે.શહેરમાં દારૂ અને જુગારની બદી ઓ નાબૂદ કરવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાના પગલે, પીસીબી ની ટીમ માધાપર ચોકડી તરફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, જી જે 03 બી ડબલ્યુ 6137 નંબરના ટેમ્પોમાં વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ માધાપર ચોકડી બ્રિજ તરફ આવી રહ્યો છે.પીસીબીની ટીમ માધાપર ચોકડીએ બ્રિજ પાસે વચમાં ગોઠવાઈ ગઈ હતી. જેવો બાતમી મળેલો ટેમ્પો નજીક આવતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.1.51 લાખની કિંમતની 576 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને માલ વાહક વાહન મળી ચાર લાખના મુદ્દામાલ સાથે હનુમાન મઢી ચોક નજીક જીવન નગર શેરી નંબર 02 માં રહેતો ક્રિશ કિશોરભાઈ ભાલારા નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસે દારૂ અંગે ક્રિશની પૂછપરછ કરતા તેને જંકશનમાં રહેતો દિનેશ સિંધીએ દારૂ ભરેલો ટેમ્પો તેને સોંપી દીધો હતો અને તે ટેમ્પો ની આગળ પાયલોટિંગ કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે જકશનમાં રહેતો દિનેશ સિંધી વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધ ખોળ હાથ ધરી છે. દિનેશ સિંધી ઝડપાઈ પછી તેને દારૂ ક્યાંથી મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો વગેરે બાબતની ખબર પડે. પીસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર કે જાડેજા, પી બી ત્રાજિયા, એ એસ આઈ સંતોષભાઈ મોરી , મયુરભાઈ પાલરિયા , હરદેવસિંહ રાઠોડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરા અને હિતેન્દ્રસિંહ પરમાર આ દરોડાની કામગીરી બજાવી હતી.

