યુવાનના મોતથી સગર્ભા પત્ની પર જાણે આભ ફાટીયા તેવા દ્રશ્ય સર્જાયા
Rajkot,તા.25
વાવડી ગામે રહેતા શ્રમિક કામ કરતો યુવક શુભ જીનિંગ મિલના પતરા સાફ કરવા ગયેલ યુવક નીચે પટકાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા આજે તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી
આ અંગે મળતી માહિતી મુજબ વાવડી ગામે શુભ જીનિંગ મિલમાં શ્રમિક કામ કરતો રાકેશ સકરામ દાવત ઉમર વર્ષ 23 વર્ષીય યુવાન આશરે બે માસ માસ પહેલા પોતે જીનિંગ મિલ ના પતરાં ઉપર સાફ કરવા ગયેલ કોઈ કારણોસર નીચે પટકાયો હતો તેને ગત તા 16 ના રોજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું આજે સવારે મોત નીપજતા ઘટના સ્થળે ધોરાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડાવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે એમ.પી.નો વતની હોય અને મૃતકની પત્ની વતન ડિલ્વરી કરવા ગયેલ હોય બે ભાઈ બે બેન માં નાનો અને સંતાન બે દીકરી પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી

