Rajkot,તા.25
શહેરની ભાગોળે અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ચોકડી બાયપાસ રોડ નજીક આવેલા ડમ્પિંગ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી કુવાડવા રોડ પોલીસની ટીમને મળી હતી. પોલીસે માલીયાસણ નજીક આવેલા ક્રિષ્ના પાર્ક પાસે જુગારનો દરોડો પાડી જુગાર રમતો હરિદ્વાર રોડ પર આવેલી ન્યુ સુભાષ શેરી નંબર ૦૧ માં રહેતો રોહિત સવજીભાઈ કુંડારીયા, ભગવતી પરામાં આવેલા ત્રિમૂર્તિ ચોકમાં રહેતો ચેતન કાળુભાઈ કાટડ , રણછોડદાસ બાપુ ના આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો રવિ નાગજીભાઈ મકવાણા અને સુખલ પીપળીયા ગામે પુણ્ય રેસીડેન્સી માં રહેતો સલીમ હેમંતભાઈ માણેક નામના શખ્સોને કુવાડવા રોડ પોલીસની ટીમ ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ.૧૨.૩૫૦ ની રોકડ કબ્જે કરી છે .

