કાગવડના પાટિયા પાસે થી છ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા: 3 પોલીસ પકડથી દૂર
Jamkandorana,તા.25
જામકંડોરણા અને વીરપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ દિવસોમાં થયેલ વીજ ચોરીની ગેંગ ને કાગવડ ગામના પાટીયા પાસેથી 6 સાગરીતો ને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી રૂ 15,27,300 નો મુદ્દામાલ ઝપ્ત કરી 3 ગુના નો ભેદ ઉકેલયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ જામકંડોરણા પોલીસ સ્ટેશનના રામપર ગામના પાટીયા પાસેથી, આંચવડથી હરિયાસણ તરફની સીમમાંથી, જીઈબીના ચાલુ વીજ પ્રવાહ જમ્પર વડે બંધ કરી એલ્યુમિનિયમ વાયરોની ચોરી થયેલ હોય અને વીરપુર પોલીસના થોરાળા ગામની સીમમાંથી સ્ટેશનમાં વીજ પ્રવાહ જમ્પર વડે બંધ કરી એલ્યુમિનિયમના વાયરની કટર વડે કાપી અને બોલેરો વાહનમાં ભરી કાર થી પાયલોટિંગ થી ચોરી કરી જતા હોય તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલ બાત ને આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાગવડ ના પાટીયા પાસેથી જામકંડોરણા રહેતો પ્રતાપસિંહ ચૌહાણ, ગોપાલ સી રાવત, ભગવાનજી ચૌહાણ, શોભાગસિંહ રાવત, લાઠી રહેતો સાદિત પારેખ, નિસાર સેતા, ને ઝડપી પાડ્યો હતો તેમજ ત્રણ આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમે 6 આરોપી સાથે વાહનો, રોકડ રૂપિયા,મોબાઇલ વાયર સહિત 15,27,300 ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે.

