Junagadh તા.27
જુનાગઢ જીલ્લામાં સર ઈન્ટેશિયલ ઈન્ટેન્સીવ (ટવીઝ્ની કામગીરી બાદ પાંચેય વિધાનસભા મત વિસ્તારોમાં દોઢેક લાખ જેટલા મતદારોના નામો રદ કરવામાં આવતા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અનેક બેઠકો પર મોટા અપસેટ સર્જાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં નામો રદ થવા પાછળ સ્થળાંતર, ડુપ્લીકેશન અથવા અવસાન જેવા કારણો છે.
રાજકીય દ્દષ્ટિએ જોતા જે વિસ્તારોમાં ચોકકસ પક્ષના પરંપરાગત મતો ગણાતા હતા. ત્યાં જો નામો રદ થયા હોય તો તે પક્ષ માટે જોખમની ઘાંટડી સમાન છે. અત્યાર સુધીમાં જે આંકડાના આધારે ઉમેદવારો જીતવાના દાવા કરતા હતા તે સમીકરણો હવે બદલાય ગયા છે.
દરેક વોટ માટે ઉમેદવારોએ નવી રણનીતિ ઘડવી પડશે. સરની આ કામગીરી બાદ પ્રથમ ચૂંટણી છે. 1.50 લાખ મતદારોની બાદબાકી પછી જુનાગઢ જીલ્લાનું રાજકીય ચિત્ર કેવું હશે તે પરિણામ બતાવશે નવા 21014 મતદારોનો ઉમેરો કરાયો છે તે નિર્ણાયક ભૂમિકા ભજવશે 21 હજાર નવા ઉમેરાયેલા યુવા મતદારો બેઠકનું પરિણામ બલવી શકે છે.

