Mumbai,તા.27
‘કાંતારા ચેપ્ટર વન’ને લગતા વિવાદમા રણવીર સિંહને આખરે રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટ તેની સામે થયેલો ફોજદારી કેસ બંધ કરવા માટે સંમત થઈ છે.
અદાલતે જણાવ્યું હતું કે તે રણવીરે નવેસરથી આપેલી માફીની નોંધ લઈ આ કેસ બંધ કરવા આદેશ આપશે. અદાલતે સાથે સાથે રણવીરને મૈસુરની પહાડીઓમાં આવેલાં ચામુંડી દેવીનાં મંદિરે જઈ માથું ટેકવી માફી માગવા માટે ચાર સપ્તાહની મહેતલ પણ આપી છે. આ કેસના ચુકાદામાં સેલિબ્રિટીઓને કોઈનીય ધાર્મિક લાગણી નહીં દૂભવવાની ચેતવણી આપવી જોઈએ તેવી મૂળ અરજદારની માગણી પણ અદાલતે સ્વીકારી હતી.

