Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ
    • `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત
    • Chardham Yatra ના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Chardham Yatra ના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ
    રાષ્ટ્રીય

    Chardham Yatra ના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.28

    દર વર્ષે ગુજરાત સહિત ભારતભરમાંથી લાખો યાત્રિકો આસ્થા સાથે હિમાલય વિસ્તારમાં આવેલી ચારધામની યાત્રા ભક્તિભાવ સાથે પૂર્ણ કરે છે. ચારધામ યાત્રાના તમામ તીર્થસ્થળો સમુદ્ર સપાટીથી અંદાજે 2700 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા છે.

    આ અત્યંત ઊંચા હિમાલયી વિસ્તારોમાં પ્રવાસીઓને અતિશય ઠંડી, ઓછું વાયુ દબાણ, ઓક્સિજનની અછત અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવી પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

    આવા સમયે તમામ યાત્રિકોની સુરક્ષા અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા ચારધામ યાત્રા -૨૦૨૬ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

    1 યાત્રા પૂર્વેની તૈયારી (3P – પ્લાનિંગ, પ્રિપેર્ડનેસ અને પેકિંગ)
    પ્લાનિંગ – આયોજન  : યાત્રાળુઓએ શરીરને ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ઓછામાં ઓછા 7 દિવસની યાત્રાનું આયોજન કરવું જોઈએ. મુસાફરી દરમિયાન દર એક કલાકના ટ્રેક કે બે કલાકના વાહન પ્રવાસ બાદ 5-10 મિનિટનો વિરામ લેવો જોઈએ.

    પ્રિપેર્ડનેસ- તૈયારી: યાત્રાળુઓએ દરરોજ 5-10 મિનિટ શ્વસન સંબંધિત વ્યાયામ અને 20-30 મિનિટ ચાલવાની ટેવ પાડવી જોઈએ. 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અથવા હૃદયરોગ, દમ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો ઇતિહાસ ધરાવતા યાત્રિકોએ મુસાફરી પહેલાં ફરજિયાત આરોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ.

    પેકિંગ: યાત્રાળુઓએ પૂરતા ગરમ કપડાં જેમ કે – સ્વેટર, થર્મલ, પફર જેકેટ, હાથમોજા, મોજાં, રેનકોટ અને છત્રી સાથે રાખો. પલ્સ ઓક્સીમીટર, થર્મોમીટર જેવા પ્રાથમિક સાધનો, નિયમિત દવાઓ સાથે રાખવી. જો ડૉક્ટર મુસાફરી કરવાની ના પાડે, તો યાત્રા ટાળવી.

    2. યાત્રા દરમિયાન સાવચેતી
    આરોગ્ય કેન્દ્રોની જાણકારી: યાત્રા માર્ગ પર આરોગ્ય વિભાગ દ્વારા સ્થાપિત મેડિકલ કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના નકશાનો સંદર્ભ લેવો.

    તાત્કાલિક લક્ષણો : જો કોઈ પણ યાત્રાળુને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉધરસ, ચક્કર આવવા, ચાલવામાં મુશ્કેલી, ઉલટી થવી, ત્વચા ઠંડી પડી જવી અથવા શરીરના કોઈ ભાગમાં સુનપણું લાગે તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

    સાવચેતી: યાત્રા દરમિયાન દારૂ, કેફિનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને પેઈનકિલર્સ દવાઓથી દૂર રહેવું, ધૂમ્રપાન ન કરવું.  આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે ઓછામાં ઓછું બે લીટર પાણી લેવું અને પૌષ્ટિક આહાર લેવો.

    3. ખાસ ધ્યાન આપવા જેવી બાબતો
    યાત્રા દરમિયાન ૫૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયરોગ, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતા યાત્રિકોએ વિશેષ કાળજી રાખવી. કોઈપણ આરોગ્ય સંબંધિત કટોકટીના સમયે તરત જ ૧૦૪ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

    Chardham Yatra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026
    રાષ્ટ્રીય

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    રાષ્ટ્રીય

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.